Questions


October 2023 2 9 Report
વિભાગ D : અર્થગ્રહણ / લેખનવિભાગ
(અ) નીચેના પ્રત્યેક ગદ્યખંડનું વાચન કરી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો :

( 1 ) અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કા૨ દૃઢ થતા નથી એ જણાયું એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે : ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેકબુદ્ધિને ખીલવવી નથી પડતી. સરકસના મૅનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઊઠી જાય, ત્યારે સૈકાની ટેવો પણ થોડા જ સમયમાં નાશ પામે છે. – કિશોરલાલ મશરૂવાલા
પ્રશ્નો:
1. લેખકના મત મુજબ ક્રિયા કઈ ત્રણ રીતે કરી શકાય છે?
2. આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ?
૩. ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે?
4. કઈ રીતોમાં અભ્યાસ કરવાની વિવેકબુદ્ધિને ખીલવવી નથી પડતી?

(2 ) નદીની માતા સાથેની તુલના વધુ બંધબેસતી ગણી શકાય. નદીને કાંઠે વસીએ એટલે દુષ્કાળની ચિતા જ નહિ. મેધરાજા રૂઠે તો કહી ન શકાય, સહી ન શકાય એવો સંતાપ કરાવે, પણ નદી તો પાકને મૂરઝાઈ જતો બચાવી લે છે. નદીકાંઠાની અતિ શુદ્ધ અને સ્ફૂર્તિ આપનારી હવા લેવા જેવી હોય છે આથી નદીકાંઠે હમેશાં ફરવા જવાથી મન પ્રસન્ન રહે છે. નદીને કાંઠે વસનારા લોકોની સમૃદ્ધિ નદી દ્વારા સર્જાયેલી હોય છે. નદી સાચે જ જનસમાજની માતા છે. નદીનું દર્શન થાય ત્યારે આપણા આનંદની કોઈ સીમા રહેતી નથી. જેના પાણીના ભંડાર કદી ખૂટતા નથી એવી પર્વતરાજની પુત્રીના દર્શન મનને મોટો આનંદ આપે છે. આથી જ યોગના સાધકો નદીને આપણા વંદનની અધિકારી ગણે છે. – કાકા કાલેલકર
પ્રશ્નો:
1. નદીની કોની સાથેની તુલના બંધબેસતી ગણી શકાય?
2. નદીકાંઠે રહેનારને શાની ચિંતા રહેતી નથી? શા માટે?
૩. નદીકાંઠે ફરવા જવાથી મન પ્રસન્ન કેમ રહે છે?
4. નદી કોની પુત્રી કહેવાય છે?

* verified or satisfied answer
* genius or moderator answers
* accurated answers
* short answer

Answers & Comments


Add an Answer


Please enter comments
Please enter your name.
Please enter the correct email address.
You must agree before submitting.

Helpful Social

Copyright © 2024 EHUB.TIPS team's - All rights reserved.